Photos: T20I માં 34 બૉલ પર ફટકારી ચૂક્યા છે સદી, આ છે ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટની ચાર ફાસ્ટ સેન્ચૂરી
Fastest Hundred In T20Is: હાલમાં જ આઇસીસીની મોટી ઇવેન્ટ વનડે વર્લ્ડકપ 2023 પુરી થઇ છે, હવે ફરીથી એકવાર તમામ ટીમો પોતાના શિડ્યૂલમાં વ્યસ્ત બની ગઇ છે. તાજેતરમાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ટી20 હરાવ્યું છે. અહીં અમેત મને બતાવી રહ્યાં છીએ કે, T20Isમાં સૌથી ઝડપી સદી કોના નામે નોંધાયેલા છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નેપાળના કુશલ મલ્લાના નામે છે. તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેપાળના વિસ્ફોટક બેટ્સમેન કુશલ મલ્લાએ સપ્ટેમ્બર 2023માં મંગોલિયા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં માત્ર 34 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગને કારણે તેણે રોહિત શર્મા અને ડેવિડ મિલર જેવા મહાન બેટ્સમેનોના T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડને તોડ્યો.
દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 35 બોલમાં સદી ફટકારી છે. તેણે આ ચમત્કાર 29 ઓક્ટોબર 2017ના રોજ બાંગ્લાદેશ સામેની T20 મેચમાં કર્યો હતો.
ટી20 ઈન્ટરનેશનલમાં 35 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે છે. તેણે 22 ડિસેમ્બર 2017ના રોજ ઇન્દોર T20માં શ્રીલંકા સામે આ શાનદાર ઇનિંગ રમી હતી.
ચેક રિપબ્લિકના ભારતીય મૂળના ક્રિકેટર સુદેશ વિક્રમાસેકરાએ પણ 35 બોલમાં સદી ફટકારી છે. તેણે તુર્કી સામે આ વિસ્ફોટક સદી પૂરી કરી હતી.