WC 2023: 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' ની રેસમાં કોણ-કોણ છે સામેલ ? વિરાટને આનાથી મળી રહ્યો છે પડકાર
WC 2023: આવતીકાલે આઇસીસીની સૌથી મોટી ટૂર્નામેન્ટ વનડે વર્લ્ડકપ 2023 પુરો થઇ જશે, આવતીકાલે મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરશે, અને નવું ચેમ્પિયન મળી જશે. ટૂર્નામેન્ટ 19મી નવેમ્બરે ફાઈનલ પુરી થાય તે પહેલા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. અહીં ટૉપ 5 ખેલાડીઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેઓએ આ ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનવા માટે સૌથી આગળ છે. આ વર્લ્ડકપમાં તેને 100થી વધુની બેટિંગ એવરેજથી 711 રન બનાવ્યા છે. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ખેલાડીએ વર્લ્ડકપમાં 700નો આંકડો પાર કર્યો હોય. વિરાટે 10 ઇનિંગ્સમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.
આ રેસમાં સાથી ખેલાડી મોહમ્મદ શમી વિરાટને સૌથી મોટો પડકાર આપી રહ્યો છે. આ ભારતીય ફાસ્ટ બૉલરે વર્લ્ડકપ 2023માં માત્ર 6 મેચ રમી છે પરંતુ હાલમાં તે સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોમાં ટોચ પર છે. શમીએ અત્યાર સુધીમાં 23 વિકેટ લીધી છે. બૉલિંગ એવરેજ અને બૉલિંગ સ્ટ્રાઈક રેટમાં પણ તે નંબર-1 પર છે. શમીની બૉલિંગ એવરેજ 10થી ઓછી છે અને તેણે દરેક 11મા બૉલ પર એક વિકેટ લીધી છે. તે આ વર્લ્ડકપની 6 મેચમાં ત્રણ વખત 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો છે.
આ રેસમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આગળ આવી શકે છે. આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત પાંચમા સ્થાને છે. તેણે 10 મેચમાં 550 રન બનાવ્યા છે. તે ચોક્કસપણે કોહલીથી 161 રન પાછળ છે પરંતુ રોહિતનો સ્ટ્રાઈક રેટ 124.15 છે. તેની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતીય ટીમ લગભગ દરેક મેચમાં સારી શરૂઆત કરવામાં સફળ રહી છે. તેની ઇનિંગ્સે ટીમની ગતિ નક્કી કરી છે. આવી સ્થિતિમાં રોહિતને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'નો એવોર્ડ પણ આપવામાં આવી શકે છે.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝામ્પા પણ સામેલ છે. તે આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો ઝડપનાર બીજા નંબર પર છે. તેણે 5.47ની બૉલિંગ એવરેજ અને 23.45ની સ્ટ્રાઈક રેટથી વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ 21.40 રહ્યો છે. અમદાવાદમાં રમાનારી ફાઇનલમાં સ્પિન ટ્રેક હોઇ શકે છે. આવી સ્થિતિમાં ઝામ્પા અહીં કમાલ કરી શકે છે. આ જ કારણ છે કે તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાનો પણ દાવેદાર છે.
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર પણ અહીં સ્પર્ધા કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે 10 મેચમાં 528 રન બનાવ્યા છે. તે 52.80ની એવરેજ અને 107.53ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોહિતની જેમ વોર્નર પણ કાંગારૂ ટીમને પ્રારંભિક ગતિ પ્રદાન કરી રહ્યો છે. જોકે, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં આગળ વધવા માટે વોર્નરે અમદાવાદમાં ફાઈનલ દરમિયાન મોટી ઇનિંગ્સ રમવી પડશે.