Photos: જીત બાદ અફઘાન ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ, તસવીરોમાં જુઓ જીતની ઉજવણી...
T20 World Cup 2024: અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. આ રીતે રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડકવર્થ-લૂઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ 17.5 ઓવરમાં 105 રન બનાવવામાં નિષ્ફળ રહી હતી. આ રીતે અફઘાનિસ્તાને 8 રનથી યાદગાર જીત મેળવી હતી. સાથે જ અફઘાન ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. વળી, આ જીત પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે પોતાની જીતની ઉજવણી કરી હતી. બાંગ્લાદેશને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડીઓ, મુખ્ય કૉચ જોનાથન ટ્રૉટ, બોલિંગ કન્સલ્ટન્ટ ડીજે બ્રાવો અને અન્ય સપોર્ટ સ્ટાફ ઉપરાંત ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ પહેલા અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશની હાર બાદ ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
તમને જણાવી દઈએ કે ભારત સિવાય ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. વળી, અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)