પુણેમાં યશસ્વી જયસવાલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
IND vs NZ 2nd Test Pune: ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસવાલે પુણે ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે આ કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે.

યશસ્વી જયસવાલ
1/7
Yashasvi Jaiswal IND vs NZ: ભારતે ન્યુઝીલેન્ડ સામે પુણે ટેસ્ટના બીજા દિવસે પ્રથમ ઇનિંગ્સના લંચ બ્રેક સુધી 107 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી. તેણે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસવાલ 30 રન બનાવીને આઉટ થયા. યશસ્વીએ આ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.
2/7
યશસ્વીએ પુણે ટેસ્ટ દરમિયાન એવું કારનામું કર્યું છે જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ નહીં કરી શક્યા. યશસ્વીએ એક કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે.
3/7
ખાસ વાત એ છે કે યશસ્વી 23 વર્ષની ઉંમર થતા પહેલા એક કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
4/7
યશસ્વીએ પુણે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 60 બોલનો સામનો કરતા 30 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 4 ચોગ્ગા ફટકાર્યા.
5/7
ટીમ ઈન્ડિયાની પુણે ટેસ્ટમાં ખરાબ શરૂઆત થઈ. ભારતે 38 ઓવરમાં 7 વિકેટના નુકસાન સાથે 107 રન બનાવ્યા.
6/7
ન્યુઝીલેન્ડે ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન રચિન રવીન્દ્રે 65 રનની ઇનિંગ્સ રમી હતી. કોનવેએ 76 રન બનાવ્યા હતા.
7/7
ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં યશસ્વી અને શુભમન ગિલે 30 30 રન બનાવ્યા. ઋષભ પંત 18 રન બનાવીને આઉટ થયા.
Published at : 25 Oct 2024 06:45 PM (IST)