In Pics: આ છે ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કેપ્ટનો, ટૉપ-5માં કેટલા છે ભારતીયો ?
Cricket Young Captain History: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અનુભવી સ્પિનર રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો, પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા કેપ્ટનની યાદીમાં કોનું નામ છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં રાશિદ ખાન ટોપ પર છે. લગભગ 4 વર્ષ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે રાશિદ ખાન 20 વર્ષ 350 દિવસના હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ઝિમ્બાબ્વેની ટેટેન્ડા તૈબુ બીજા સ્થાને છે. જ્યારે ટેટેન્ડા તૈબુ કેપ્ટન બન્યો ત્યારે આ વિકેટકીપર બેટ્સમેનની ઉંમર 20 વર્ષ 358 દિવસ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ પછી પૂર્વ ભારતીય કેપ્ટન નવાબ પટૌડી છે. નવાબ પટૌડી 21 વર્ષ અને 77 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનુસ ચોથા સ્થાને છે. વકાર યુનુસ 22 વર્ષ 15 દિવસની ઉંમરમાં પાકિસ્તાનનો કેપ્ટન બન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
દક્ષિણ આફ્રિકાનો ખેલાડી ગ્રીમ સ્મિથ પાંચમા નંબર પર છે. ગ્રીમ સ્મિથ 22 વર્ષ અને 82 દિવસની ઉંમરમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન બન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)