Akash Deep Profile: એક મેચમાં લઇ ચૂક્યો છે 10 વિકેટ, 4 વાર કર્યુ છે 5 વિકેટો લેવાનું કારનામું, જાણો યુવા બૉલર આકાશદીપ વિશે....
Akash Deep Stats & Records: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે. રાજકોટમાં બંને ટીમો આમને સામને ટકરાશે. હાલમાં આ ટેસ્ટ સીરીઝ 1-1 થી બરાબર છે. હૈદરાબાદ ટેસ્ટમાં અંગ્રેજોએ ભારતને હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં બેન સ્ટોક્સની આગેવાનીમાં અંગ્રેજોને હરાવ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આકાશદીપને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. એટલે કે આકાશદીપ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત, આકાશદીપે ઘરેલું ક્રિકેટમાં બાકીના ભારત અને બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આંકડા દર્શાવે છે કે આકાશદીપે 29 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3.04ની ઇકોનોમી અને 23.18ની એવરેજ સાથે 103 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.
આ યુવા બોલરે 4 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. જ્યારે એક મેચમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ માત્ર એક જ વાર થયું છે. આ સિવાય આકાશદીપે 28 લિસ્ટ-એ મેચ રમી છે.
આકાશદીપે લિસ્ટ-A મેચોમાં 24.50ની એવરેજ અને 30.4ની સ્ટ્રાઈક રેટથી 42 વિકેટ લીધી છે.
આ ઉપરાંત 41 T20 મેચોમાં તેણે 7.52ની ઈકોનોમી અને 18.1ની સ્ટ્રાઈક રેટ સાથે 48 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.
હાલમાં જ આકાશદીપ ઈંગ્લેન્ડ લાયન્સ સામે જોવા મળ્યો હતો. આકાશદીપે ઈંગ્લેન્ડ લાયન્સ સામે 3 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. જો કે, એ જોવાનું રસપ્રદ રહેશે કે આકાશદીપ ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં ?