KL Rahul Record: કેએલ રાહુલના નામે છે અનોખો રેકોર્ડ , જે આજ સુધી કોઈ ભારતીય નથી તોડી શક્યો
કેએલ રાહુલે 2016માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે પોતાની ODI ડેબ્યૂમાં સદી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી, વિશ્વભરના લગભગ 17 બેટ્સમેન છે જેમણે તેમની પ્રથમ ODI મેચમાં સદી ફટકારી છે, પરંતુ ભારત માટે આવું કરનાર એકમાત્ર બેટ્સમેન કેએલ રાહુલ છે.
ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ મેચમાં કેએલ રાહુલ કરુણ નાયર સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. કરુણ નાયર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેએલ રાહુલે અંબાતી રાયડુ સાથે મળીને ભારતને 9 વિકેટે જીત અપાવી હતી.
કેએલ રાહુલે ભારત માટે અત્યાર સુધી 77 વનડે મેચ રમી છે. આમાં તેના નામે 2851 રન છે. અત્યાર સુધી તે વનડેમાં 7 સદી અને 18 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તેની એવરેજ 50થી થોડી ઓછી છે અને તે 139.12ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. જોકે, તે અત્યારે કંઈ ખાસ ફોર્મમાં નથી.
જો ટેસ્ટની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 50 ટેસ્ટમાં 2863 રન બનાવ્યા છે. અહીં તેના નામે 8 સદી અને 14 અડધી સદી છે.
T20 ઈન્ટરનેશનલમાં રાહુલે અત્યાર સુધી 72 મેચ રમીને 2265 રન બનાવ્યા છે. અહીં તેણે બે સદી અને 22 અડધી સદી ફટકારી છે.