PHOTOS: ડે-નાઇટ ટેસ્ટમાં વિરાટનો છે વિરાટ રેકોર્ડ, એડિલેડ ટેસ્ટ પહેલા કરી લો એકનજર...
Virat Kohli Pink Ball Test Record: વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 4 પિંક બૉલ ટેસ્ટ રમી છે. તે એડિલેડમાં પાંચમા પિંક બૉલ ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઈ રહી છે. સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી.
સીરીઝની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડના એડિલેડ ઓવલમાં રમાશે. આ ગુલાબી બૉલની ડે-નાઈટ ટેસ્ટ હશે. આ ટેસ્ટમાં તમામની નજર કોહલી પર રહેશે કારણ કે તેણે પર્થ ટેસ્ટમાં પોતાના બેટથી સદી ફટકારી હતી.
કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેણે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને પુનરાગમન કર્યું હતું. તો ચાલો જાણીએ કે પિંક બૉલ ટેસ્ટમાં અત્યાર સુધી વિરાટ કોહલીનો શું રેકોર્ડ રહ્યો છે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 4 પિંક બૉલ ડે-નાઈટ ટેસ્ટ રમી છે, જેમાં તેણે 6 ઇનિંગ્સમાં 46.16ની એવરેજથી 277 રન બનાવ્યા છે.
કોહલીએ પિંક બૉલ ટેસ્ટમાં 1 સદી ફટકારી છે. કોહલીએ 2019માં બાંગ્લાદેશ સામે રમાયેલી પિંક બૉલ ટેસ્ટમાં 136 રનની ઇનિંગ રમી હતી.
નોંધનીય છે કે, વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 119 ટેસ્ટ રમી છે. આ મેચોની 203 ઇનિંગ્સમાં તેણે 48.13ની એવરેજથી 9145 રન બનાવ્યા છે, જેમાં તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.