Cricketers' Road Accidents: ઋષભ પંતનો તો થયો આબાદ બચાવ, પરંતુ રોડ અકસ્માતમાં આ ક્રિકેટરોએ ગુમાવ્યો છે જીવ
ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં પંતનો બચાવ થયો પરંતુ કેટલાક ક્રિકેટરોએ આવી જ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે આ વર્ષે કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેઓ 46 વર્ષના હતા. સાયમન્ડ્સે 1998માં ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. તેણે 2009માં નિવૃતિ જાહેર કરી હતી. તે 2003 અને 2007 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે.
બાંગ્લાદેશના ક્રિકેટર મંજુરલ ઈસ્લામ રાણાનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે માત્ર 22 વર્ષનો હતો. બાંગ્લાદેશના ખુલનામાં મિનિબસને ટક્કર માર્યા બાદ તેની મોટરસાઇકલ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. માથામાં ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું.
23 માર્ચ 2022ના રોજ ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન હોલીઓક્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે માત્ર 24 વર્ષનો હતો. અકસ્માત સમયે તેની ગર્લફ્રેન્ડ પણ તેની સાથે કારમાં હતી પરંતુ તે બચી ગઈ હતી. હોલીઓક્સે 19 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઈંગ્લેન્ડ માટે 2 ટેસ્ટ અને 20 વનડે રમી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર રુનાકો મોર્ટને માર્ચ 2012માં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તે સમયે મોર્ટન 33 વર્ષનો હતો. ત્રિનિદાદના એક ગામમાં તેમની કાર પોલ સાથે અથડાઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એઝરા મોસ્લીનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેનું અવસાન 6 ફેબ્રુઆરી, 2021 ના રોજ બાર્બાડોસમાં થયું હતું. તેઓ 63 વર્ષના હતા. 1990 અને 1991 ની વચ્ચે તેણે બે ટેસ્ટ અને નવ વનડે રમી હતી.