In Pics: ક્રિકેટરથી કોમેન્ટેટર અને પછી ફિનિશર, દિનેશ કાર્તિકે સાબિત કર્યું ઓલ્ડ ઇઝ ગોલ્ડ
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક રહ્યો હતો. આ બેટ્સમેને છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. (ફોટો-સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે 10 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીત અપાવી હતી. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી રસપ્રદ રહી છે. હાલમાં તે માત્ર IPL મેચોમાં જ જોવા મળે છે. આ સિવાય દિનેશ કાર્તિક બાકીના દિવસોમાં કોમેન્ટેટર તરીકે જોવા મળે છે. પરંતુ આ સીઝનમાં આ વિકેટકીપર બેટ્સમેન RCB માટે ખૂબ જ સારી રીતે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ શાનદાર ઇનિંગ બાદ દિનેશ કાર્તિક સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. ક્રિકેટ ચાહકો માને છે કે દિનેશ કાર્તિકે સાબિત કરી દીધું છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામે 177 રન કરવાના હતા. આરસીબીના 6 બેટ્સમેન 130 રન સુધી પેવેલિયન ભેગા થઇ ગયા હતા પરંતુ આ પછી દિનેશ કાર્તિકે મહિપાલ લોમરોર સાથે મળીને ટીમને જીત અપાવી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
IPLની 244 મેચોમાં દિનેશ કાર્તિકે 133.24ની સ્ટ્રાઈક રેટ અને 26.18ની એવરેજથી 4582 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં દિનેશ કાર્તિકનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)