ICC World Test Championship : જે ડ્યૂક બૉલથી ફાઇનલ ટેસ્ટ રમાવવાની છે તે બૉલ કોણ ને કઇ રીતે બનાવે છે, જાણો વિગતે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-1થી હરાવીને ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન સુધી ફાઇનલ ટેસ્ટ મેચ રમાશે, આ મેચ માટે 23 જૂને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે આ ફાઇનલ ટેસ્ટ ડ્યૂક બ્રાન્ડ બૉલથી રમાશે. આ મેચ લંડનના લૉર્ડ્સ મેદાન પર રમાવવાની હતી પરંતુ હવે આને સાઉથમ્પ્ટનમાં રમાડવામાં આવશે. જાણો શું છે ડ્યૂક બૉલ......
શું છે ડ્યૂક બૉલ....... ડ્યૂક બૉલનો ઉપયોગ ક્રિકેટની દુનિયામાં ખુબ લાંબા સમયથી થતો રહ્યો છે. આ ઉપરાંત એસજી અને કૂકાબુરા બૉલનો ઉપયોગ પણ થાય છે. ડ્યૂક બૉલ બનવનારી કંપની દુનિયાની સૌથી જુની બૉલ બનાવનારી કંપની છે, કહેવાય છે કે આ લગભગ 225 વાર્ષોથી બૉલ બનાવી રહી છે.
ડ્યૂક બૉલ બનાવનારી કંપનીના માલિક દિલીપ જજોદિયા નામનો એક ભારતીય છે, તે 1962માં ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડમાં દિલીપની કંપની મૉરેટ ક્રિકેટનો સામાન બનાવવા લાગી, તેમને 1987માં ડ્યૂક કંપની ખરીદી લીધી.
ક્રિકેટ નેક્સ્ટ ડૉટ કૉમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જજોદિયાએ જણાવ્યુ હતુ કે બૉલ સ્કૉટિશ ગાયની ચાપડીથી બનવવામાં આવે છે, આ માટે સ્કૉટલેન્ડની એન્ગસ ગાયની ચામડીનો ઉપયોગ થાય છે.
જજોદિયા અનુસાર તેની કંપની ગાયની પીઠના ભાગની પાકી ચામડી જ ખરીદે છે, કેમકે તે સૌથી મજબૂત હોય છે. ડ્યૂક બૉલ ફૉર ક્વાર્ટર બૉલ છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ચામડીના ચાર ટુકડાને જોડીને બૉલ બનાવવામાં આવે છે.