IN PHOTOS: કોઇ મોડલથી ઓછી સુંદર નથી પાકિસ્તાનના પૂર્વ બોલર વહાબ રિયાઝની પત્ની જૈનબ
પાકિસ્તાનનો સ્ટાર ઝડપી બોલર વહાબ રિયાઝે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ 2023 પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 38 વર્ષીય વહાબે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વહાબે આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.
જોકે તેણે કહ્યું કે તે ટી20 લીગ રમવાનું ચાલુ રાખશે. વહાબ 2023માં રમાયેલી પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા મળ્યો હતો. જ્યારે વહાબે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 27 ટેસ્ટ, 91 વનડે અને 36 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
વહાબ રિયાઝ પોતાની સ્પોર્ટ્સ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. બીજી તરફ પાકિસ્તાની બોલરના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2013માં લગ્ન કર્યા હતા.
વહાબની પત્નીનું નામ ઝૈનબ ચૌધરી છે. ઝૈનબ પાકિસ્તાનના પ્રખ્યાત બિઝનેસમેન હાજી શાહિદ ચૌધરીની પુત્રી છે. વહાબ રિયાઝની પત્ની ઘણીવાર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
ઝૈનબ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 38 હજારથી વધુ લોકો ફોલો કરે છે. ઝૈનબ તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.વહાબ રિયાઝ પણ તેના સત્તાવાર સોશિયલ મીડિયા મારફતે પત્ની સાથેની તસવીરો શેર કરતો રહે છે.