MS Dhoni 41st Birthday: કેપ્ટન કૂલ માહી સાથે જોડાયેલા છે આ 10 શાનદાર રાજ, કદાચ તમે પણ નહીં જાણતા હોવ..........
MS Dhoni 41st Birthday: આજે ભારતીય ક્રિકેટના સ્ટાર કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે, આજે ધોની પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ધોનીને દેશ અને દુનિયામાં કરોડો ફેન્સ છે, તેઓ ધોનીને તો ઓળખે છે પરંતુ તેની લાઇફના કેટલાક ફેક્ટ્સ છે જેનો મોટાભાગના લોકો નથી જાણતા. જાણો અહીં શું છે તે ફેક્ટ્સ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા વાળની હેરસ્ટાઇલ - મહેન્દ્ર સિંહ ધોનીને બૉલીવુડ એક્ટર જૉન અબ્રાહમના લાંબા વાળ વાળી હેરસ્ટાઇલ ખુબ પસંદ હતી, અને આ જ કારણ છે કે તે પોતાની કેરિયરની શરૂઆતમાં લાંબા વાળ રાખતો હતો.
ફૂટબૉલર બનવા માંગતો હતો ધોની - ધોની હંમેશા ફૂટબૉલર બનવા માંગતો હતો, તે પોતાની સૂક્લ ટીમમાં ગૉલકીપર હતો. તે બેડમિન્ટન પણ રમતો હતો. ક્રિકેટમાં તેને વધારે રસ ન હતો.
બાઇક રેસિંગનો શોખીન - ધોનીને બાઇક રેસિંગનો જબરદસ્ત શોખ છે, તેને મૉટર રેસિંગમાં એક ટીમ પણ ખરીદી હતી.
ઇન્ડિયન આર્મીમાં અધિકારી છે ધોની - ધોની ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ પણ છે, 2011માં તેને આ ઉપાધી આપવામાં આવી હતી, તે બાળપણથી જ ઇન્ડિયન આર્મીનો ભાગ બનવા માંગતો હતો.
પેરા જમ્પ લગાવનારો એકમાત્ર ક્રિકેટર - ધોનીના નામે પેરા જમ્પ લગાવનારો પહેલો સ્પોર્ટ્સ પર્સન બનવાનો રેકોર્ડ પણ છે. તેને આગરા સ્થિત ભારતીય સેનાના પેરા રેજિમેન્ટમાંથી પેરા જમ્પ લગાવ્યો હતો. આ માટે તેને પ્રૉપર ટ્રેનિંગ લીધી હતી. આ જમ્પમાં તેને 15 હજાર ફૂટની ઉંચાઇથી છલાંગ લગાવી હતી.
બાઇક કલેક્શનનો શોખીન - ધોનીને બાઇક કલેક્શનનો જબરો શોખ છે. તેની પાસે બે ડઝનથી વધુ સુપરબાઇક્સ છે. તે કારોનો પણ શોખ રાખે છે,, તેની પાસે હમર જેવી કાર પણ છે.
ધોનીના અફેરની વાતો ઉડી - ધોનીની શરૂઆતી ક્રિકેટ કેરિયરમાં તેનુ નામ કેટલીય એક્ટ્રેસ સામે જોડાયુ. પરંતુ વર્ષ 2010માં તેને સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા.
ક્રિકેટ પહેલા ત્રણ નોકરી કરી - ક્રિકેટર બનતા પહેલા ધોની ત્રણ નોકરીઓમાં હાથ અજમાવી ચૂક્યો હતો. તે સૌથી પહેલા ઇન્ડિયન રેલવમાં ટિકીટ કલેક્ટર હતો. પછી તેને એરઇન્ડિયામાં નોકરી કરી અને આ પછી ઇન્ડિયા સિમેન્ટમાં પણ તેને કેટલોક સમય કામ કર્યુ હતુ.
કમાણીમાં અવ્વલ રહ્યો ધોની - ધોની દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પહેલા ધોની 150-160 કરોડ રૂપિયા વાર્ષિક કમાતો હતો.
ત્રણ ICC ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન - ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે જેને પોતાની ટીમને ICCની ત્રણેય મોટી ટ્રૉપી જીતાડી છે, આમાં ટી20 વર્લ્ડકપ 2007, વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રૉફી 2013 સામેલ છે.