IN PHOTOS: ક્રિકેટ વર્લ્ડકપ ઇતિહાસના એવા પાંચ રેકોર્ડ જે આ વર્ષે પણ નહી તૂટે
World Cup Records & Stats: આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
પ્રતિકાત્મક તસવીર
1/6
World Cup Records & Stats: આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
2/6
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003ની 11 મેચમાં 673 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન બીજા સ્થાને છે. મેથ્યુ હેડને વર્લ્ડ કપ 2007માં 659 રન બનાવ્યા હતા.
3/6
વન-ડે વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ગ્લેન મેકગ્રા ટોપ પર છે. ગ્લેન મેકગ્રાના નામે વર્લ્ડ કપમાં 71 વિકેટ છે. જ્યારે આ યાદીમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાન પર અનુક્રમે મુથૈયા મુરલીધરન, વસીમ અકરમ અને ચામિંડા વાસ છે.
4/6
ઓસ્ટ્રેલિયાએ 2003માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ વર્લ્ડ કપમાં 11 મેચ રમી હતી. રિકી પોન્ટિંગની કેપ્ટનશીપ હેઠળની ટીમે તેની તમામ 11 મેચ જીતી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ એકપણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીતી લીધો.
5/6
પ્રથમ વન-ડે વર્લ્ડકપ વર્ષ 1975માં રમાયો હતો. આ વર્લ્ડકપમાં સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ સામે 174 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. ક્રિકેટ ઈતિહાસની આ સૌથી ધીમી ઈનિંગ્સમાંથી એક છે. આ મેચમાં સુનીલ ગાવસ્કર ઓપનર તરીકે આવ્યો હતો અને 60 ઓવર પછી અણનમ પાછો ફર્યો હતો. પરંતુ તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો.
6/6
વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ 49 સિક્સર ફટકારી છે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ, રિકી પોન્ટિંગ અને બ્રેન્ડન મેક્કુલમ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.
Published at : 29 Sep 2023 12:25 PM (IST)