Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ICC World Cup: આ 5 બેટ્સમેનો એક જ વર્લ્ડકપમાં ફટકારી ચુક્યા છે 600થી વધુ રન, સચિન છે ટોપ પર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. તેણે 11 મેચમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા. વર્લ્ડ કપ ઈતિહાસની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે પ્રથમ સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપ 2007માં 11 મેચની 10 ઇનિંગ્સમાં 659 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હેડનની બેટિંગ એવરેજ 73.22 હતી.
આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે વર્લ્ડ કપ 2019માં 9 મેચની 9 ઇનિંગ્સમાં કુલ 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 81 હતી.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા સ્થાને છે. વોર્નરે વર્લ્ડ કપ 2019માં પણ 10 મેચની 10 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. અહીં વોર્નરની બેટિંગ એવરેજ 71.88 હતી.
આ યાદીમાં ટોપ-5માં બાંગ્લાદેશનો શાકિબ અલ-હસન પણ સામેલ છે. શાકિબે 8 મેચની 8 ઇનિંગ્સમાં 86.57ની બેટિંગ એવરેજથી 606 રન બનાવ્યા હતા.