IN PHOTOS: ફાર્મહાઉસમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે રવિન્દ્ર જાડેજા, ઘોડા સાથેની તસવીર શેર કરીને ગણાવ્યો ક્રશ
Ravindra Jadeja Horse Riding Photo: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ઘોડેસવારી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ભારતીય ઓલરાઉન્ડર લાંબા સમય પછી ઘોડા પર સવારી કરતો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભારતીય ઓલરાઉન્ડર ઘોડા પર સવારી કરતો જોવા મળી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, માય ફોરએવર ક્રશ... અન્ય એક ફોટોમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર આરામ કરતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા ફેન્સ તેમના ફેવરિટ ક્રિકેટરની પોસ્ટને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજા IPL 2023ની સીઝનમાં રમતો જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ ઉપરાંત બોલિંગ પણ કરી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રવિન્દ્ર જાડેજા ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. પોતાની ઓલરાઉન્ડર રમતના કારણે આ ખેલાડીએ ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
IPL 2023 સીઝનની ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને છેલ્લા બોલ પર હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને રોમાંચક જીત અપાવી હતી.