Photos: જ્યારે યુવરાજ સિંહ લોહીની ઉલ્ટી કરીને ફટકારી હતી શાનદાર સદી
યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આખા વર્લ્ડ કપમાં 9 મેચની 8 ઇનિંગ્સમાં 90.50ની એવરેજથી 362 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ દરમિયાન યુવરાજને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસે એટલે કે 20 માર્ચ, 2011ના રોજ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં યુવરાજ સિંહે 123 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 113 રનની સુંદર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન યુવરાજ સિંહને લોહીની ઉલટી, ઉધરસ અને છાતીમાં દુખાવો જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયા 1983 બાદ 2011માં બીજી વખત ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 80 રને વિજય થયો હતો. ભારત તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 5 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.
આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43 ઓવરમાં માત્ર 188 રનમાં જ સમેટાઈ ગઈ હતી.