PHOTOS: આ કેપ્ટનના નેતૃત્વમાં ભારતે એશિયા કપની ટ્રોફી જીતી, ધોની અને અઝહરુદ્દીનને 2-2 વખત મળી ટ્રોફી
ભારતીય ટીમ એશિયા કપની અત્યાર સુધીમાં 7 વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. તેમાંથી ટીમે 5 અલગ-અલગ કેપ્ટનના નેતૃત્વમાં ટાઇટલ જીત્યું છે, જેમાં 2 કેપ્ટન 2 વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 1984માં રમાયેલી પ્રથમ એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં રમવા ગઈ હતી. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 54 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ભારતીય ટીમે વર્ષ 1988માં દિલીપ વેંગસરકરની કપ્તાનીમાં બીજી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના 177 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો અને મેચ 6 વિકેટે જીતી લીધી.
ટીમ ઈન્ડિયાના સ્ટાઇલિશ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં ભારતે બે વખત એશિયા કપ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. વર્ષ 1991 અને 1995માં, જ્યારે ભારતે અઝહરુદ્દીનની કપ્તાનીમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો, બંને વખત તેણે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.
ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે બે વખત એશિયા કપ જીત્યો હતો. તેણે વર્ષ 2010માં ફાઇનલમાં શ્રીલંકાને 81 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2018માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. તે સમયે માત્ર રોહિત શર્મા જ ભારતીય ટીમની કપ્તાની સંભાળી રહ્યો હતો. ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું.