IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્નમાં કમાલ કરી બતાવી. તેણે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. નીતિશને આ સદી માટે ઈનામી રકમ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતીશે ટીમ ઈન્ડિયા માટે તે સમયે સદી ફટકારી હતી જ્યારે તેને સૌથી વધુ રનની જરૂર હતી. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી નીતિશે અણનમ 105 રન બનાવ્યા હતા.
એક અહેવાલ અનુસાર, આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન નીતીશ રેડ્ડીને ઈનામી રકમ તરીકે 25 લાખ રૂપિયા આપશે.
આ સાથે નીતિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પણ લાખો રૂપિયા મળવાના છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI નીતીશ રેડ્ડીને સદી ફટકારવા બદલ 5 લાખ રૂપિયા આપશે. આ પૈસા મેચ ફીથી અલગ હશે.
રિપોર્ટ્સ અનુસાર, BCCI ખેલાડીઓને ટેસ્ટમાં સદી ફટકારવા માટે 5 લાખ રૂપિયા અને બેવડી સદી ફટકારવા પર 10 લાખ રૂપિયા આપે છે.