IND vs BAN: વિરાટો કોહલીનો સૌથી મોટો રેકોર્ડ તૂટ્યો, કેપ્ટન રોહિત શર્માએ બધાને પાછળ છોડી દીધા

ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી રહી છે. આ મેચ દુબઈમાં રમાઈ રહી છે, જેમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચથી થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રને પરાજય આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશની મેચમાં કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહ્યા છે. આ પહેલા તેઓ 2013 અને 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતા. આ સાથે જ રોહિત શર્માએ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ હવે સૌથી વધુ મર્યાદિત ઓવરની ICC ટૂર્નામેન્ટ (વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ) રમનાર ભારતીય ખેલાડી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો.

રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 15 મર્યાદિત ઓવરની ICC ટૂર્નામેન્ટ રમી છે, જેમાં 3 ODI વર્લ્ડ કપ, 3 ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 9 ICC T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ કોહલી અને એમએસ ધોનીએ 14-14 મર્યાદિત ઓવરની ICC ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે.
ભારત માટે સૌથી વધુ મર્યાદિત ઓવરોની ICC ટૂર્નામેન્ટ રમનાર ખેલાડીઓ (વર્લ્ડ કપ + ચેમ્પિયન્સ ટ્રોફી + T20 વર્લ્ડ કપ) - 15 વખત - રોહિત શર્મા* (3+3+9), 14 વખત - વિરાટ કોહલી*, 14 વખત - એમએસ ધોની, 14 વખત - યુવરાજ સિંહ
જો આપણે સૌથી વધુ ICC ટૂર્નામેન્ટ રમવાની વાત કરીએ, તો તેમાં પણ રોહિત શર્મા સૌથી આગળ છે. રોહિતે 2 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સિવાય 3 ODI વર્લ્ડ કપ, 3 ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 9 T20 વર્લ્ડ કપ રમ્યા છે, એટલે કે કુલ 17 ICC ટૂર્નામેન્ટમાં તેઓ ભાગ લઈ ચૂક્યા છે. જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 16 ICC ટૂર્નામેન્ટ રમી છે.