રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવા મામલે કયો દિગ્ગજ કોહલી પર ગિન્નાયો, કહ્યું- બધાને બહાર કરે છે તું ક્યારે બહાર જઇશ......
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટી20 મેચોની સીરીઝ અત્યારે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. પરંતુ આ બધાની વચ્ચે રોહિતની ગેરહાજરીએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકદમ ફિટ હોવા છતાં રોહિત શર્મા પ્રથમ બે ટી20માં ટીમમાંથી બહાર છે. આ મામલે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલી સામે સવાલો ઉભા કર્યા છે. સહેવાગે આ નિયમ ખુદ કેપ્ટન કોહલી પર લાગુ કરવાનો પણ કટાક્ષ કર્યો છે.
જ્યારે સહેવાગને પુછવામા આવ્યુ કે રોહિતને કેમ ઓપનિંગમાંથી હટાવીને બહાર કરાયો છે, તો સહેવાગે આ નિયમની નિંદા કરી અને કેપ્ટન કોહલીને આડેહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને આરામ આપવાના નિયમ હેઠળ ટી20 મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
ક્રિકબઝના લાઇવ શૉમાં સહેવાગ આ નિયમ પર ગિન્નાયો, સહેવાગે કહ્યું- એવુ કહેવામાં આવ્યુ કે રોહિત શર્મા એક-બે મેચ આરામ કરશે, પરંતુ શું આ નિયમ કેપ્ટન વિરાટ પર લાગુ થાય છે? એક કેપ્ટન તરીકે મને નથી લાગતુ કે તે કહેશે કે હું આગાળની બે-ત્રણ મેચમાંથી બ્રેક લઉં. જો કેપ્ટન બ્રેક નથી લઇ રહ્યો, તો તે બીજાઓને કઇ રીતે બ્રેક આપી રહ્યો છે? આ ખેલાડી પર નિર્ભર હોવુ જોઇએ.
રોહિત શર્મા આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં રોહિતે જબરદસ્ત બેટિંગ કરી, આવામાં ટી20માં આરામ આપવાની વાત સમજાતી નથી. રોહિતને આરામ આપવાને લઇને સહેવાગે કહ્યું- સવાલ એ છે કે શું વિરાટ કોહલી ખુદને બ્રેક આપશે, જ્યારે રોહિત શર્મા ટીમમાં વાપસી કરશે? રોહિત, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વિરાટ કોહલી આરામ આપે છે? પરંતુ ખુદ પર આ નિયમ લાગુ નથી થતો.