In Pics: રાજકોટ ટેસ્ટમાં જીત બાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા પર વરસાવ્યો પ્રેમ, આપી આ ‘ખાસ’ ગિફ્ટ
રાજકોટ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતના ત્રણ બેટ્સમેનો 33 રનમાં પેવેલિયન ગયા હતા. પરંતુ આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જેના આધારે ભારતીય ટીમ 445 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 319 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાએ 225 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પછી રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 12.4 ઓવરમાં 41 રન આપીને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં 2 વિકેટ ઝડપી હતી. આ રીતે બેટિંગમાં સદી ફટકાર્યા બાદ આ ઓલરાઉન્ડરે બોલિંગમાં 7 વિકેટ ઝડપી હતી.
રવિન્દ્ર જાડેજાને તેના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી રવિન્દ્ર જાડેજાએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ તેની પત્ની રીવાબા જાડેજાને સમર્પિત કર્યો હતો.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેલા રવિન્દ્ર જાડેજા અને રીવાબાની તસવીર