IN Pics: યશસ્વી જાયસ્વાલથી લઇને સચિન તેંદુલકર સુધી, ભારતના આ દિગ્ગજ બેટ્સમેનોએ છગ્ગાથી પુરી કરી છે સદી.......
IND vs ENG, Yashasvi Jaiswal: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતના સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે પ્રથમ દિવસે 179 રનની ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશસ્વી જાયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઇ કરી હતી. તેણે આ મેચમાં શાનદાર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વી જાયસ્વાલ પહેલા પણ ભારતના ઘણા મહાન બેટ્સમેનોએ છગ્ગા વડે પોતાની આંતરરાષ્ટ્રીય સદી પુરી કરી છે.
ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન અને હિટમેન તરીકે વિશ્વભરમાં જાણીતા રોહિત શર્મા તેની આસમાની છગ્ગા માટે જાણીતો છે. અત્યાર સુધી તેણે પોતાની કારકિર્દીમાં ત્રણ વખત સિક્સર સાથે સદી ફટકારી છે.
આ યાદીમાં ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ સામેલ છે. અત્યાર સુધી તેની કારકિર્દીમાં તેણે બે વખત સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં 6 વખત સિક્સર વડે આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી.
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ પોતાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સિક્સર સાથે 1 સદી પૂરી કરી છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક વખત સિક્સર ફટકારીને સદી ફટકારી હતી.
વીરેન્દ્ર સેહવાગના ઓપનિંગ પાર્ટનર રહેલા ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દીમાં બે વખત સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી.