Photos: ભારત વિરુદ્ધ સીરિઝ અગાઉ આયરલેન્ડના કેપ્ટને કર્યા લગ્ન, વાઇફ છે હોકી પ્લેયર
ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે. આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા બે ટી-20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 26 જૂને ડબલિન ખાતે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીરિઝ અગાઉ આયરલેન્ડના કેપ્ટન Andrew balbirnieએ લગ્ન કર્યા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. તેની લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
Andrew balbirnieએ ભારત સામેની સીરિઝના એક સપ્તાહ પહેલા જ લગ્ન કર્યા હતા. Andrew balbirnie ટીમ ઇન્ડિયા સામેની સીરિઝમાં આયરલેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.
આયરલેન્ડના કેપ્ટન Andrewની પત્નીનું નામ કેટ મેક છે. તે એક હોકી ખેલાડી છે. બંન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
આયરલેન્ડના કેપ્ટન Andrewએ સારો બેટ્સમેન છે. તેણે આયરલેન્ડ તરફથી 84 વન-ડે અને 66 ટી-20 મેચ રમી છે.
ભારત અને આયરલેન્ડ વચ્ચે બે T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ 26 જૂને રમાશે. સીરિઝની બીજી મેચ 28 જૂને રમાશે. બંને મેચ ડબલિનના ધ વિલેજ ખાતે રમાશે.