IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં બન્યા આ રેકોર્ડ, એક ક્લિકમાં જાણો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 372 રનથી હાર આપીને સીરીઝ 1-0થી જીતી લીધી હતી. જેની સાથે મેચમાં કેટલાક રેકોર્ડ પણ બન્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેસ્ટ મેચમાં રનના હિસાબે ભારતે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી હતી. ભારતે ન્યૂઝીલેન્ડને આ મેચમાં 327 રનથી હાર આપી હતી. આ પહેલા 2015માં સાઉથ આફ્રિકાને દિલ્હીમાં 337 રનથી હરાવ્યું હતું.
આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઝડપી 300 વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર બન્યો હતો. તેણે 49મી મેચમાં આ કારનામું કર્યું હતું. અનિલ કુંબલે ટેસ્ટમાં ઘરઆંગણે 350 વિકેટ ઝડપીને ભારતીય બોલરના લિસ્ટમાં પ્રથમ ક્રમે છે.
ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. તે આ કારનામું કરનારો વિશ્વનો માત્ર ત્રીજો બોલર બન્યો હતો. મેચમાં તેણે 14 વિકેટ લીધી હોવા છતાં ટીમને જીતાડી શક્યો નહોતો. તેના નામે મેચમાં સૌથી વધુ વિકેટ લેવા છતાં હારવાનો રેકોર્ડ નોંધાયો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વીટર)