WTC Points Table: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ હારથી ભારતને નુકસાન, જાણો ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ અપડેટ

India vs New Zealand Mumbai Test: ભારતને ન્યૂઝીલેન્ડ સામેની હારથી નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં નીચે સરકી ગઈ છે.

ભારત vs ન્યુઝીલેન્ડ મુંબઈ ટેસ્ટ

1/6
ભારતને ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝમાં 0-3થી હરાવી છે. ભારતને આ હારની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં પણ નુકસાન થયું છે.
2/6
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં એક સ્થાન નીચે સરકી ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચી ગયું છે.
3/6
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતે હજુ સુધી 14 મેચ રમી છે અને 8 જીતી છે. આ સાથે પાંચમાં હારનો સામનો પણ કર્યો છે.
4/6
ઓસ્ટ્રેલિયાએ 12 મેચ રમી છે અને 8 જીતી છે. તેને 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
5/6
ન્યૂઝીલેન્ડે ભારત સામે પહેલી ટેસ્ટ મેચ 8 વિકેટથી જીતી હતી. જ્યારે બીજી મેચમાં 113 રનથી જીત નોંધાવી હતી. ભારતને ત્રીજી મેચમાં 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6/6
જણાવી દઈએ કે આ સિરીઝમાં ઋષભ પંત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. તેમણે 3 મેચમાં 261 રન બનાવ્યા છે.
Sponsored Links by Taboola