ODIs Stats: વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતના આ પાંચ બેટ્સમેનોએ મચાવ્યો છે તરખાટ, એક તો હજુ પણ છે ટીમમાં સામેલ
IND vs NZ ODIs Stats: આઇસીસી વનડે વર્લ્ડકપમાં લીગ સ્ટેજની તમામ મેચો પુરી થઇ ગઇ છે, અને આવતીકાલથી સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપી રહી છે. આવતીકાલે 15 નવેમ્બરે પ્રથમ સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને સામને ટકરાશે. આ પહેલા જાણી લો કે આ બંને ટીમો વચ્ચેની ODI મેચમાં ભારતના સૌથી વધુ રન કરનાર કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામે છે. તેણે 1990 થી 2009 વચ્ચે કિવી ટીમ સામે 42 મેચની 41 ઇનિંગમાં 1750 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સચિનની બેટિંગ એવરેજ 46.05 રહી છે.
આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. કોહલીએ અત્યાર સુધી કિવી ટીમ સામે 29 મેચ રમી છે અને 1433 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે વિરાટે 55.11ની એવરેજથી રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનોમાં વિરાટ એકમાત્ર એવો ખેલાડી છે જે હાલમાં ભારતીય ટીમનો ભાગ છે.
વિરેન્દ્ર સેહવાગ અહીં ત્રીજા સ્થાને છે. સેહવાગે ન્યૂઝીલેન્ડ સામે માત્ર 23 મેચમાં 52.59ની એવરેજથી 1157 રન બનાવ્યા છે.
પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા ક્રમે છે. અઝહરે 1985 થી 1999 વચ્ચે 40 મેચોમાં 36.06ની બેટિંગ એવરેજથી 1118 રન બનાવ્યા હતા.
બંગાળનો ટાઈગર સૌરવ ગાંગુલી પણ આ યાદીમાં સામેલ છે. સૌરવે 1997 થી 2005 વચ્ચે ન્યૂઝીલેન્ડ સામે 32 મેચમાં 1079 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગાંગુલીની બેટિંગ એવરેજ 35.96 હતી.