IND vs PAK: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું, વિરાટ-રાહુલ બાદ કુલદીપનું પણ શાનદાર પ્રદર્શન
Asia Cup 2023: ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પાકિસ્તાનને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પાકિસ્તાનની ટીમ 128 રન જ બનાવી શકી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ મળ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે 16.4 ઓવરમાં 121 રનની ભાગીદારી કરી હતી. આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વિરાટ કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ભારતના 356 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી હતી. પાકિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન પચાસ રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાનના છ બેટ્સમેન બે આંકડાને પાર કરી શક્યા ન હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે આ સિવાય જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરને 1-1 સફળતા મળી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)