IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો અત્યાર સુધીનો રેકોર્ડ કેવો છે
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમો 2-2 મેચ રમી છે. હવે આ બંને ટીમોની આગામી મેચ એકબીજા સામે થવાની છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ વર્લ્ડ કપ મેચ પર માત્ર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ચાહકોની નજર છે. આવી સ્થિતિમાં, આ બંનેના કેટલાક રસપ્રદ આંકડા જાણવા જરૂરી છે. આવો તમને જણાવીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી મેચ રમાઈ છે અને કેટલી મેચોમાં કોણે જીત મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 134 ODI મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે 56 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચના ઈતિહાસમાં 5 મેચ એવી છે જેમાં કોઈ પરિણામ આવ્યું નથી, જ્યારે આજ સુધી એક પણ મેચ ટાઈ થઈ નથી.
ભારતે તેની હોમ પિચો પર 11 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેની હોમ પિચો પર રમાયેલી ODI મેચોમાં 14 વખત ભારતને હરાવ્યું છે.
ભારતે પાકિસ્તાન જઈને પાકિસ્તાનની પીચો પર પાકિસ્તાન સામે 11 ODI મેચ જીતી છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમે ભારતીય પીચો પર ભારત સામે 19 મેચ જીતી છે.
આ સિવાય ભારત અને પાકિસ્તાને તટસ્થ સ્થળો પર ઘણી વનડે મેચો પણ રમી છે. ભારતે તટસ્થ સ્થળો પર 34 મેચોમાં પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને તટસ્થ સ્થળો પર 40 વખત ભારતને હરાવ્યું છે.