Mukesh Kumar: ટી-20 સીરિઝમાંથી બ્રેક લઇને મુકેશ કુમારે કર્યા લગ્ન, દિવ્યા સિંહ સાથે લીધા સાત ફેરા
ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની ટી20 સિરીઝમાં ટીમનો ભાગ રહેલા મુકેશ કુમારે લગ્ન માટે બ્રેક લીધો હતો. મંગળવારે રાત્રે તેણે બિહારની રહેવાસી દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોરખપુરના રેડિયન્ટ રિસોર્ટમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ કુમારના લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. આ સિવાય તેના લગ્નમાં ઘણા સંબંધીઓ પણ આવ્યા હતા.
મુકેશ કુમારના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્નમાં માત્ર ડેકોરેશન પાછળ લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા મુકેશ કુમારની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી હતી.
મુકેશ કુમાર અને દિવ્યા સિંહનો ડાન્સ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. અન્ય એક વીડિયોમાં મુકેશ તેના મિત્રો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ગોપાલગંજના રહેવાસી મુકેશ કુમાર લગ્નની સરઘસ સાથે ગોરખપુર પહોંચ્યો હતો.
મુકેશ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T-20 શ્રેણીનો પણ સભ્ય છે. બે મેચ રમ્યા બાદ તે લગ્ન કરવા ગોરખપુર આવ્યો હતો. બુધવારે પટના જશે અને આગામી મેચ માટે રાયપુર જવા રવાના થશે.મુકેશ કુમાર આઈપીએલની બે સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચુક્યા છે. તેને 2024ની સીઝન માટે પણ આ જ ટીમે રિટેન કર્યો હતો.
મુકેશના એક મિત્ર મૃત્યુંજયે જણાવ્યું કે મુકેશ અને દિવ્યાના ગામો નજીક આવેલા છે. દિવ્યા છપરાના રસૂલપુર ગામની છે. જ્યારે મુકેશ પણ બિહારના ગોપાલગંજનો રહેવાસી છે.
બંને એકબીજાથી પરિચિત હતા. મુકેશના ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા છે.ત્રણ ભાઈઓમાં તે સૌથી નાનો છે. એક ભાઈ ખેડૂત છે જ્યારે બીજો કોલકાતામાં ખાનગી નોકરી કરે છે.
તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.