India T20 World Cup Squad 2024: T20 વર્લ્ડકપની ટીમમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન? જાણો
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં પરત ફરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો
સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ સ્થાન મળ્યું છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમ