Ravindra Jadeja IND vs SL: ગુજરાતના આ સ્ટાર ખેલાડી માટે બંધ થઈ જશે ટીમ ઈન્ડિયાનો દરવાજો? આ ખેલાડી લઈ શકે છે સ્થાન
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ માટે વેેન્દ્ર જાડેજાને તક આપી નથી. જાડેજા ભારતની ODI ટીમનો ભાગ નથી. તે જ સમયે, તેણે પોતે T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાની કમાન હવે ગૌતમ ગંભીરના હાથમાં છે. તેઓ મુખ્ય કોચ છે. ગંભીર હવે વોશિંગ્ટન સુંદરને ભવિષ્ય તરીકે જોઈ રહ્યો છે. તેને શ્રીલંકા પ્રવાસની તક મળી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત-શ્રીલંકા વનડે શ્રેણી માટે ટીમમાં છે. પરંતુ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને હાલ તેમના વિશે કોઈ ચર્ચા નથી.
જાડેજાએ નવેમ્બર 2023માં ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. તેણે ઘણી વખત ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જાડેજા ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે ફીટ બેસતો નથી. ભારતીય ટીમ હવેથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી શરૂ કરશે. આવી સ્થિતિમાં જાડેજાને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવાથી તેના પર સવાલો ઉભા થયા છે.
જાડેજા T20 વર્લ્ડ કપ 2024 અને ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ છેલ્લી 9 મેચ તેના માટે કંઈ ખાસ ન હતી. જાડેજા દક્ષિણ આફ્રિકા સામે 2 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં તે એક વિકેટ પણ લઈ શક્યો નહોતો. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે 17 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે 9 રન બનાવ્યા હતા. આ મેચોમાં તે વિકેટ લઈ શક્યો નહોતો. જાડેજા અફઘાનિસ્તાન સામે 7 રન બનાવીને આઉટ થયો હતો.
રવિન્દ્ર જાડેજાએ 197 વન ડેની 132 ઈનિંગમાં 47 વખત નોટ આઉટ રહીને 2756 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 87 રન છે. જ્યારે તેણે 220 વિકેટ લીધી છે, બોલિંગમાં 33 રનમાં 5 વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે.
જાડેજાએ 72 ટેસ્ટની 105 ઈનિંગમાં 3036 રન બનાવ્યા છે. જેમાં તનો સર્વોચ્ચ સ્કોર 175 રન છે. ટેસ્ટમાં તેણે ચાર સદી ફટકારી છે. જ્યારે 136 ઈનિંગમાં 294 વિકેટ પણ ઝડપી છે.
ટીમ ઈન્ડિયાએ સુંદરને વનડે ટીમમાં જગ્યા આપી છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. સુંદરે ભારત માટે 19 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 18 વિકેટ લીધી છે. આ સાથે 11 ઇનિંગ્સમાં 265 રન પણ બનાવ્યા છે. સુંદરની સાથે અક્ષર પટેલને શ્રીલંકા પ્રવાસની તક મળી છે. અક્ષર અનુભવી ખેલાડી છે અને ફોર્મમાં પણ છે.