IND v AUS: ત્રીજી ટેસ્ટમાં બની શકે છે આ મોટા રેકોર્ડ્સ, પુજારા પર રહેશે નજર
સિડનીઃ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. આ મેચમાં કેટલાક ખાસ રેકોર્ડ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીમાં 97 રન બનાવવાની સાથે પુજારા ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરનારો 11મો ભારતીય બેટ્સમેન બની શકે છે. પુજારાએ 79 ટેસ્ટમાં 5903 રન બનાવ્યા છે. પ્રથમ બંને ટેસ્ટમાં તેનો દેખાવ સામાન્ય રહ્યો છે.
ડેવિડ વોર્નરનો ત્રીજી ટેસ્ટમાં ટીમમાં સમાવેશ થઈ શકે છે. આ મેદાન પર તે 66.54ની સરેરાશથી 732 રન બનાવી ચુક્યો છે. જેમાં ચાર સદી સામેલ છે. જો તે ભારત સામે અહીંયા સદી ફટકારશે તો સિડનીમાં સૌથી વધુ સદી મારનારો બીજો બેટ્સમેન બની જશે.
ઓસ્ટ્રેલિયાનો ઓફ સ્પિનર લાયન 98 ટેસ્ટમાં 394 વિકેટ લઈ ચુક્યો છે. ત્રીજી ટેસ્ટમાં 6 વિકેટ લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનારો વિશ્વનો છઠ્ઠો બોલર બનશે. લાયન પહેલા ઓસ્ટ્રેલિયાના બે બોલર્સ જ આ કારનામું કરી શક્યા છે.
ભારત સિડનીમાં અંતિમ વખત 1978માં ટેસ્ટ મેચ જીત્યું હતું. આ સ્થિતિમાં 42 વર્ષ જીત મેળવવાનો મોકો છે. ભારતે સિડનીમાં રમેલી 12 ટેસ્ટમાંથી માત્ર એક જ મેચ જીતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -