IND vs PAK: એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ રમાશે મેચ, જાણો અત્યાર સુધીમાં વન-ડેમાં બંન્ને ટીમો કેવો છે રેકોર્ડ?

Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી વન-ડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જ્યારે કુંબલેએ સૌથી વધુ વિકેટ ઝડપી છે.

ફોટોઃ ટ્વિટર

1/6
Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી વન-ડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જ્યારે કુંબલેએ સૌથી વધુ વિકેટ ઝડપી છે.
2/6
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી તમામ વન-ડે મેચના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં પાકિસ્તાનનું પલડુ ભારે જોવા મળી રહ્યું છે.
3/6
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 132 વન-ડે મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે. જ્યારે 73 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ જૂન 2019માં રમાઈ હતી. આ મેચમાં ભારતનો 89 રને વિજય થયો હતો.
4/6
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે રમાયેલી છેલ્લી ત્રણ વનડેમાં સતત જીત નોંધાવી છે. સપ્ટેમ્બર 2018માં ભારતે પાકિસ્તાનને બે મેચમાં હરાવ્યું હતું. તેણે એક મેચ 8 વિકેટે અને બીજી મેચ 9 વિકેટથી જીતી હતી. છેલ્લી મેચમાં તેણે 89 રને જીત મેળવી હતી.
5/6
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે મેચ પર નજર કરીએ તો સચિને સૌથી વધુ રન બનાવ્યા છે. સચિને 69 મેચમાં 2526 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી છે. તેણે 16 અડધી સદી ફટકારી છે.
6/6
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 34 મેચમાં 54 વિકેટ લીધી છે. શ્રીનાથે 54 વિકેટ પણ લીધી છે.
Sponsored Links by Taboola