IND vs PAK Top Bowlers: ભારત પાકિસ્તાન વન ડે ઈતિહાસમાં આ બોલર્સનો રહ્યો છે દબદબો, જાણો ટોપ-5
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Oct 2023 09:36 AM (IST)
1
ભારત-પાકિસ્તાન વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વસીમ અકરમના નામે છે. આ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે ભારત સામે 48 મેચની 47 ઇનિંગ્સમાં 60 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બીજા ક્રમે પણ પાકિસ્તાની બોલર છે. સકલેન મુશ્તાકે ભારત વિરૂદ્ધ 36 મેચની 34 ઇનિંગ્સમાં કુલ 57 વિકેટ લીધી છે.
3
આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેનું છે. કુંબલેએ પાકિસ્તાન વિરૂદ્ધ 34 મેચની 33 ઇનિંગમાં 54 વિકેટ ઝડપી છે.
4
પાકિસ્તાનનો આકિબ જાવેદ પણ ભારત-પાકિસ્તાન વનડે મેચમાં 54 વિકેટ લઈને અનિલ કુંબલેની બરાબરી પર છે. આકિબે આ વિકેટ 39 મેચની 36 ઇનિંગ્સમાં લીધી છે.
5
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પણ ભારત-પાકિસ્તાન વનડે મેચમાં 54 વિકેટ ઝડપી છે. શ્રીનાથે 36 મેચની 36 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે.