Photos: સાઉથ આફ્રિકાના પ્રવાસ પર આઠ મેચ રમશે ટીમ ઇન્ડિયા, તમામ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન
IND vs SA: સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 શ્રેણીમાં કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે. જ્યારે ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્મા પર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટી-20 મેચ બાદ વનડે અને ટેસ્ટ શ્રેણી રમશે. આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટ માટે 3 અલગ-અલગ કેપ્ટન હશે. આ પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરે T20 મેચથી થશે. આ પછી બીજી અને ત્રીજી ટી-20 મેચ અનુક્રમે 12 અને 14 ડિસેમ્બરે રમાશે. (ફોટો- સોશિયલ મીડિયા)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. આ પછી બંને ટીમો વનડે શ્રેણીમાં સામ સામે ટકરાશે. (ફોટો- સોશિયલ મીડિયા)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે 17 ડિસેમ્બરે રમાશે. જોહનિસબર્ગના મેદાન પર બંને ટીમો સામસામે ટકરાશે. આ પછી શ્રેણીની બીજી અને ત્રીજી વનડે અનુક્રમે 19 અને 21 ડિસેમ્બરે રમાશે. વન-ડે શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. પરંતુ આ પછી બંને મેચ સાંજે 4.30 વાગ્યાથી રમાશે. (ફોટો- સોશિયલ મીડિયા)
T20 અને ODI મેચ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી રમાશે. સેન્ચુરિયન પ્રથમ ટેસ્ટનું આયોજન કરશે. આ પછી શ્રેણીની બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રમાશે. (ફોટો- સોશિયલ મીડિયા)
ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝ લાઈવ જોઈ શકશે. આ સિવાય તમે Disney Plus Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. (ફોટો- સોશિયલ મીડિયા)