IN PICS: જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદીમાં કોણ છે વધુ અમિર? અહીં જાણો બંને સ્ટાર્સની નેટવર્થ
જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી આખી દુનિયાને પ્રભાવિત કરી છે. બુમરાહની સાથે સાથે પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ વર્તમાન યુગના બેસ્ટ બોલરોમાનો એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુમરાહ ભારત માટે અને શાહીન પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. શાહીનની સરખામણી ઘણીવાર ભારતીય સ્ટાર જસપ્રિત બુમરાહ સાથે કરવામાં આવે છે.
અહીં અમે તમને બંને ફાસ્ટ બોલરોના રેકોર્ડ અથવા આંકડાઓની સરખામણી કરીને નહીં પરંતુ બંનેની નેટવર્થની તુલના કરીને બંનેમાંથી કોણ વધુ અમીર છે તે જણાવીશું.
જસપ્રીત બુમરાહઃ બુમરાહ ટીમ ઈન્ડિયાનો A+ ગ્રેડનો ક્રિકેટર છે, જેના માટે તેને BCCI તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય બુમરાહ આઈપીએલ અને જાહેરાતો દ્વારા ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2024માં બુમરાહની કુલ સંપત્તિ લગભગ 55 કરોડ રૂપિયા છે.
શાહીન આફ્રિદીઃ શાહીન પાકિસ્તાનના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત તે વિશ્વભરની ઘણી ટી20 લીગમાં પણ ભાગ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2024માં શાહીનની કુલ સંપત્તિ લગભગ 58 કરોડ ભારતીય રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે જસપ્રિત બુમરાહે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે શાહીન આફ્રિદીએ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બંને બોલરો પોતપોતાની ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે.