IND vs ENG: કોણ છે યશસ્વી જાયસ્વાલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ? જાણો કેમ અને કઇ રીતે જોડાયું કનેક્શન
Yashasvi Jaiswal Girlfriend: યશસ્વી જાયસ્વાલનું નામ એક વિદેશી છોકરી સાથે જોડવામાં આવી રહ્યું છે. યશસ્વીએ તાજેતરમાં નાગપુરમાં પોતાની વનડે ડેબ્યૂ મેચ રમી હતી.યશસ્વી જાયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તે હજુ સુધી વનડેમાં કંઈ ખાસ કરી શક્યો નથી. યશસ્વીએ પોતાની ડેબ્યૂ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશસ્વી ફક્ત તેની વિસ્ફોટક બેટિંગ માટે જ નહીં પરંતુ વ્યક્તિગત કારણોસર પણ સમાચારમાં રહે છે. યશસ્વીનું નામ એક વિદેશી છોકરી સાથે જોડવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે યશસ્વીની ગર્લફ્રેન્ડ છે.
યશસ્વીની કથિત ગર્લફ્રેન્ડનું નામ મેડી હેમિલ્ટન છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
મેડી અને યશસ્વીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. મેડી યુકેની છે. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે.
મેડી આઈપીએલ 2024 પછી ચર્ચામાં આવી. તે રાજસ્થાન રોયલ્સની મેચ દરમિયાન હાજર હતી. ભારતે નાગપુરમાં ODI સીરીઝની મેચ રમી હતી. આ મેચમાં યશસ્વીએ 15 રન બનાવ્યા. આ તેની કારકિર્દીની પહેલી વનડે મેચ હતી. ભારતે આ મેચ 4 વિકેટે જીતી લીધી.