Photos: જસપ્રીત બુમરાહથી લઈને સૂર્યા સુધી, જાણો શું કરે છે આ ભારતીય ક્રિકેટરોની પત્નીઓ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કા વ્યવસાયે અભિનેત્રી છે, તેણે 'રબ ને બના દી જોડી' અને પીકે, સંજુ જેવી સફળ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રોહિત શર્મા અને રિતિકા સજદેહ એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. તે એડના શૂટિંગ દરમિયાન રિતિકા પણ ત્યાં સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર તરીકે હાજર હતી. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા.

ભારતના ટોચના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશન, વ્યવસાયે સ્પોર્ટ્સ પ્રસ્તુતકર્તા છે. તેમની પ્રથમ મુલાકાત 2013 IPL સિઝન દરમિયાન થઈ હતી જ્યારે સંજનાએ મેચ પછી તેના ભાવિ પતિનો ઈન્ટરવ્યુ લીધો હતો.
સૂર્યકુમાર યાદવે વર્ષ 2016માં દેવીશા શેટ્ટી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. દેવીશા ડાન્સ શીખી છે અને વ્યવસાયે ડાન્સ કોચ છે. તે 2010માં કોલેજના એક કાર્યક્રમમાં સૂર્યકુમારને પહેલીવાર મળી હતી.
રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાના લગ્ન 2016માં થયા હતા. લગ્નના 3 વર્ષ પછી, રીવાબાએ 2019 માં ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો. રિવાબા હાલમાં ઉત્તર જામનગર બેઠક પરથી ધારાસભ્ય છે.
કેએલ રાહુલે વર્ષ 2023 માં પીઢ ભારતીય અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા. આથિયાએ ફિલ્મ હીરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ તેણે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે.