Photos: સૂર્યકુમાર સહિત આ ક્રિકેટરોની પત્નીઓએ રાખ્યું કરાવવા ચોથનું વ્રત, જુઓ સુંદર તસવીરો
ઓકટોબર 20 ના રોજ, સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર ઉમળકાભેર ઉજવવામાં આવ્યો. દેવીશા શેટ્ટીએ તેના પતિ સૂર્યકુમાર યાદવ માટે ઉપવાસ રાખ્યા અને કેટલીક પ્રેમથી ભરેલી તસવીરો પણ શેર કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવીશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ચંદ્ર મુંબઈમાં છુપાયેલો છે. તમને જણાવી દઈએ કે સૂર્યા અને દેવીશાના લગ્ન જુલાઈ 2016માં થયા હતા.
સુરેશ રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરવા ચોથના અવસર પર પત્ની પ્રિયંકા રૈના સાથે સુંદર તસવીરો શેર કરી છે. રૈના ઘણીવાર દરેક તહેવાર ધામધૂમથી ઉજવતો જોવા મળે છે.
સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું, હું તમામ યુગલોને કરવા ચોથની શુભેચ્છા પાઠવું છું. તમારો પ્રેમ ચંદ્ર કરતાં પણ વધુ ચમકતો રહે.
ફાસ્ટ બોલર દીપક ચહરે એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે ચંદ્ર ઉગ્યા બાદ તેની પત્ની જયા ભારદ્વાજ સાથે કરાવવા ચોથની વિધિ કરી રહ્યો છે.
દીપકે તેની પત્ની જયાને પાણી પણ પીવડાવ્યું હતું અને બંને આંખોમાં એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. દીપક અને જયાના લગ્ન જૂન 2022માં થયા હતા.