Indian Cricketers: મોહમ્મદ સિરાજ અગાઉ કોહલી સહિત આ ખેલાડી ખરીદી ચૂક્યા છે રેન્જ રોવર

Indian Cricketers Who Own Range Rovers: હાલમાં જ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે તેના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે રેન્જ રોવરના શોરૂમમાં જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજે 3.16 કરોડ રૂપિયાની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી LWB ખરીદી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પાસે લેન્ડ રોવર વોગ કાર છે. જેની ભારતીય કિંમત 2.36 કરોડ રૂપિયા છે.

સ્મૃતિ મંધાનાની આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે, જેમાં તે કારના શોરૂમમાં નવી કાર પાસે ઉભા રહીને પોઝ આપતી જોવા મળી રહી છે. તેની પાસે રેન્જ રોવર કાર છે. જેની કિંમત 78.58 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને લગભગ 4 કરોડ રૂપિયા સુધી જાય છે.
ભારતીય ક્રિકેટર શિખર ધવન અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની રેન્જ રોવરની રીલ શેર કરે છે. તેની પાસે 4 કરોડ રૂપિયાની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી એસયુવી છે.
દરેક ભારતીય ક્રિકેટ ચાહક જાણે છે કે એમએસ ધોનીને કારનો ખૂબ શોખ છે. ઘણા અહેવાલો અનુસાર, તેમની પાસે લેન્ડ રોવર સિરીઝ 3 સ્ટેશન વેગન કાર છે. તેની કિંમત લગભગ 97 લાખ રૂપિયા છે.
ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં જ રેન્જ રોવર કાર ચલાવતો જોવા મળ્યો હતો. આ કાર રેન્જ રોવર HSE LWB 3.0 હતી. તેની કિંમત લગભગ 2.81 કરોડ રૂપિયા છે.