Mithali Raj record: મિતાલીએ રચ્યો ઇતિહાસ, બની 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર
નવી દિલ્હીઃ ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચી દીધો. 38 વર્ષીય મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની ગઇ છે. મિતાલીએ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝની ત્રીજી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉમાં રમાયેલી મેચમાં મિતાલીએ જેવી 35 રનના અંગત સ્કૉર પર પહોંચી, તેવી તેને આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી.
ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારી મહેલી મહિલા ક્રિકેટર હતી. મિતાલી રાજને તેનાથી આગળ નીકળવા માટે હવે 299 રનની જરૂર છે. આવુ કરીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારી ખેલાડી બની જશે.
મિતાલી રાજ જોકે આનો જશ્ન નથી મનાવી શકી અને પોતાના સ્કૉરમાં ફક્ત એક રન જોડીને આઉટ થઇ ગઇ. મિતાલી રાજે વનડેમાં સૌથી વધુ 6974 રન બનાવ્યા છે. વળી વનડે ઇન્ટરનેશનલમાં 7000 રન બનાવનારી પહેલી ક્રિકેટર બનવામાં માત્ર 36 રન જ દુર છે.
મિતાલીએ આ ઉપરાંત 89 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં તેના 2364 રન છે. 10 ટેસ્ટ મેચોમાં તેના નામે 663 રન છે.
બીસીસીઆઇએ તેની ઉપલબ્ધિ પર શુભેચ્છા આપતા કહ્યું- શું શાનદાર ક્રિકેટર છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10000 રન પુરા કરનારી પહેલી ભારતીય મહિલા બેટ્સમેન. અભિનંદન મિતાલી....