Year Ender 2021: હરભજનસિંહ સહિત આ ભારતીય ક્રિકેટરોએ આ વર્ષે લીધી નિવૃતિ
ભારતના દિગ્ગજ સ્પિન બૉલર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યુ હતુ, અને હવે 23 વર્ષની ક્રિકેટ કરિયરને હંમેશા માટે અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. માત્ર 17 વર્ષની નાની ઉંમરમાં હરભજન સિંહે પોતાની ક્રિકેટની શરૂઆત કરી હતી, અને આજે તે 41 વર્ષનો થઇ ચૂક્યો છે. આ વર્ષે નિવૃતિ લઇ ચૂકેલા ભારતીય ખેલાડીઓની જાણકારી અહી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેન્દ્રસિંહ ધોનીના રિપ્લેસમેન્ટ ગણાતા વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ અચાનક નિવૃતિ લઇ લીધી હતી. તે ફક્ત એક જ ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમ્યો છે. તેણે એક ટેસ્ટ અને બે ટી-20 મેચ રમ્યો છે.
વર્ષ 2012માં અંડર-19 વર્લ્ડકપની ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા બેટ્સમેન ઉનમુક્ત ચંદે અચાનક નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. તે અમેરિકાની ટીમ તરફથી રમી રહ્યો છે. જોકે, તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નહોતું.
ભારતના આક્રમક બેટ્સમેન ગણાતા યુસુફ પઠાણે પણ આ વર્ષે જ નિવૃતિની જાહેરાત કરી છે. તેણે ટીમ ઇન્ડિયા તરફથી 57 વન-ડે અને 22 ટી-20 મેચ રમ્યો છે.
ઝડપી બોલર વિનય કુમારે પણ આ વર્ષે જ નિવૃતિ લીધી હતી. તે ટીમ ઇન્ડિયા તરફથી એક ટેસ્ટ મેચ રમી છે. તે સિવાય 31 વન-ડે અને નવ ટી-20 મેચ રમી છે.
ઝડપી બોલર અશોક ડિંડાએ આ વર્ષે નિવૃતિની જાહેરાત કરી છે. તેણે ટીમ ઇન્ડિયા તરફથી 13 વન-ડે અને 9 ટી-20 મેચ રમી છે. અશોક ડિંડાએ 78 આઇપીએલ મેચ રમી છે.