IPL 2021: આ હોટ મોડલ છે ક્યા ભારતીય ક્રિકેટરની ગર્લફ્રેન્ડ ? IPL શરૂ થતાં જ પહોંચી દુબઈ ને..........
આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં સીએસકેનો 20 રનથી વિજય થયો હતો. જોકે આ મેચથી મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેંડની ચર્ચા શરૂ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાન કિશનની ગર્લફ્રેંડ અદિતિ હુંડિયા આઈપીએલ શરૂ થતાં જ દુબઈ પહોંચી ગઈ છે. અદિતિ 2019માં આઈપીએલ ફાઈનલ દરમિયાન ચર્ચામાં આવી હતી. તે વખતે મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને હરાવી ખિતાબ જીત્યો હતો. જે બાદ ઈશાનનું નામ અદિતિ સાથે જોડાયું હતું.
હજુ સુધી ઈશાન કે અદિતિ બંનેમાંથી કોઈએ તેમની રિલેશનશિપને લઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ જે રીતે અદિતિ અવારનવાર ઈશાન કિશનની ઈનિંગને લઈ સોશિયલ મીડિયા પર તસવીર અને કેપ્શન લખે છે તેના પરથી ફેંન્સ બંને વચ્ચે કઈંક રંધાઈ રહ્યું હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.
ઈશાન કિશને જ્યારે ઈંગ્લેન્ડ સામે ટી02 ડેબ્યૂ કર્યુ ત્યારે અદિતિએ ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું હતું, મુબારક હો મેરે ક્યૂટી.
આઈપીએલમાં આરસીબી સામે એક શાનદાર ઈનિંગ બાદ પણ અદિતિએ ઈન્સ્ટા સ્ટોરીમાં ઈશાનની તસવીર શેર કરીને લખ્યું હતું, મને તારા પર ગર્વ છે બેબી.
અદિતિ હુંડિયાનો પસંદગીનો ક્રિકેટર વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની છે. પરંતુ તે બોયફ્રેન્ડ ઈશાન કિશન માટે ચીયર કરે છે. 2019માં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ઈશાનને ચીયર કરતી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં અદિત હુંડિયા જાણીતું નામ છે. 2017માં એફબબી કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા રાજ્સ્થાન રહી ચુકી છે. જે બાદ તે મિસ દિવા 2018 વિજેતા બની હતી.
આ પછી તેણે પોલેંડની પ્રતિષ્ઠિત મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેણે એલિટ મિસ રાજસ્થાન 2016માં પણ ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનર અપ રહી હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2017માં તે ટોપ-5માં રહી હતી.
તેનો જ્મ 15 જાન્યુઆરી, 1997ના રોજ જયપુરમાં થયો છે. માતાનું નામ લલિત અને પિતાનું નામ બબીતા હુંડિયા છે. તેનો એક ભાઈ છે. જેનું નામ યશ છે.
જયપુરની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યુ છે.
તમામ તસવીર સૌજન્યઃ અદિતિ હુંડિયા ઈન્સ્ટાગ્રામ