IPL 2022 Mega Auction: પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે થઇ શકે છે હરિફાઇ
IPL 2022 Mega Auction: ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શનમાં હવે થોડા દિવસો બાકી છે. તમામ ટીમોએ રણનીતિ તૈયાર કરી છે. આઠ ટીમોએ પોતાની રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે બે નવી ટીમો જલદી પોતાના ખેલાડીઓનું નામ જાહેર કરશે. પરંતુ ઓક્શનની વાત કરીએ તો તમામ ટીમોની નજર આ વિદેશી ખેલાડીઓ પર રહેશે. આ પાંચ મોટા વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થયેલા વિવાદ બાદ ડેવિડ વોર્નરનું મેગા ઓક્શનમાં જવાનું નક્કી છે. જોકે, ઓક્શન અગાઉ લખનઉ અથવા અમદાવાદની ટીમ તેને એપ્રોચ કરી શકે છે. વોર્નર માટે તમામ ટીમો મોટી રકમ ખર્ચવા તૈયાર રહેશે.
ઇગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કુરેને આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી સારો દેખાવ કર્યો છે. સૈમ કુરેન ઓલરાઉન્ડર હોવાના કારણે તેના માટે મોટી બોલી લાગી શકે છે.
ન્યૂઝિલેન્ડના ઓલી રોબિન્સને ભારત વિરુદ્ધ સારો દેખાવ કર્યો હતો. એવામાં આઇપીએલમાં તેને ખરીદવા રેસ લાગી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન પણ લિસ્ટમાં છે. આઇપીએલમાં રાશિદ ખાનને ખરીદવા માટે મોટી બોલી લાગી શકે છે. રાશિદ ખાન સૌથી મોંઘો ખેલાડી સાબિત થઇ શકે છે.
ઇગ્લેન્ડના ધમાકેદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે મેદાન પર વાપસી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેને રીલિઝ કરી દીધો છે. આ ઓલરાઉન્ડરને ખરીદવા માટે તમામ ટીમો વચ્ચે હરિફાઇ થઇ શકે છે.