Photos: IPL 2023 ના એ પાંચ ખેલાડીઓ, જે સૌથી વધુ રન બનાવીને જીતી શકે છે ઓરેન્જ કેપ
IPL 2023માં આ પાંચ ખેલાડીઓ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપના દાવેદાર બની શકે છે. આ વર્ષે આ લિસ્ટમાં RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલની નવી સીઝન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ નવી સીઝનની શરૂઆત 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી થશે.
ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ આ વર્ષે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 2023નું વર્ષ શરૂઆતથી જ શુભમન ગિલના નામે રહ્યું છે. શુભમન શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં તે IPLમાં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખી શકે છે.
આ વર્ષે માત્ર RCB જ નહીં પરંતુ વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. વિરાટ કોહલી ઓપનિંગ બેટિંગ કરી શકે છે અને આ વર્ષે તે ફોર્મમાં છે. આવી સ્થિતિમાં વિરાટ આ વર્ષે ઓરેન્જ કેપનો દાવેદાર બની શકે છે.
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી અને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો પણ સમાવેશ થાય છે. RCB તરફથી ડુ પ્લેસિસ દરેક મેચમાં ઓપનિંગ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં તે આ વર્ષે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં સામેલ થઈ શકે છે.
મિશેલ માર્સ દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ અથવા નંબર-3 પર બેટિંગ કરી શકે છે. ભારતીય પીચો પર ભારત સામે મિશેલના તાજેતરના પ્રદર્શનને જોતા લાગે છે કે તે પણ આ IPLમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં સામેલ થઈ શકે છે.
આ યાદીમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરનું નામ સામેલ કરવું જરૂરી છે. જોસ બટલર દરેક મેચમાં ઓપનિંગ કરે છે અને નિર્ભયતાથી રમે છે. આ કારણે તેને આઈપીએલમાં લાંબી ઈનિંગ્સ રમવાની આદત પડી ગઈ છે. આ વર્ષે પણ તે ઓરેન્જ કેપનો દાવેદાર બની શકે છે.