IPL 2023: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની મેચ જોવા હજારોની સંખ્યામાં પહોંચ્યા ફેન્સ, જુઓ સ્ટેડિયમની બહારનો નજારો
IPL 2023: આઈપીએલ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમોએ આ મેચ જીતવી જરૂરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખશે. જ્યારે રોહિત શર્મા આઈપીએલમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા ફાઇનલમાં પહોંચવા માંગશે.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સખ્યામાં ફેન્સ ક્રિકેટ જોવા પહોંચ્યા છે.
આજે વિજેતા ટીમ IPL 2023ની ફાઇનલમાં જશે.
સ્ટેડિયમ તરફ જવાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત છે.
બોડી ઓન કેમેરા સાથે શહેર પોલીસ સજ્જ છે. શહેર પોલીસ દ્વારા બપોરના 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રૂટ બંધ રખાશે.
IPL ની 2022 સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિજેતા બન્યું હતું
ફેન્સ વિવિધ પ્રકારના ગેટ અપ સાથે મેદાનમાં આવ્યા છે.