ટેસ્ટમાં સૌથી વધુ નોટઆઉટ રહેનારા 10 ખેલાડીઓમાં એક જ ભારતીય સામેલ
ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 100 વાર નોટઆઉટ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ અગાઉ એક પણ બેટ્સમેન ટેસ્ટમાં 100 વખત નોટઆઉટ રહી શક્યો નથી. જેમ્સ એન્ડરસને એડિલેડમાં રમાઈ રહેલી બીજી એશિઝ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટમાં 100 વખત નોટઆઉટ રહ્યો
વેસ્ટઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ કર્ટની વોલ્સ 61 વખત નોટઆઉટ રહ્યો હતો.
શ્રીલંકન ખેલાડી મુથૈયા મુરલીધરન 56 વખત નોટઆઉટ કર્યો છે.
ઇગ્લેન્ડના ખેલાડી Robert George Dylan Willis 55 વખત નોટઆઉટ રહ્યો છે.
ન્યૂઝિલેન્ડનો ક્રિસ માર્ટિન 52 વખત નોટઆઉટ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથ 51 વખત નોટઆઉટ રહ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન ચંદ્રપોલ 49 વખત નોટઆઉટ રહ્યો છે.
ભારતનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા 47 વખત નોટઆઉટ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ વોગ 46 વખત નોટઆઉટ રહ્યો હતો.
સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર મખાયા એન્ટીની 45 વખત નોટઆઉટ રહ્યો છે.