IN Pics: સંજના ગણેશનને ઘમંડી સમજવા લાગ્યો હતો બુમરાહ, આ રીતે શરૂ થઇ હતી બંન્નેની લવ સ્ટોરી
ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશને એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે. બુમરાહ 3 સપ્ટેમ્બરે શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 3 સપ્ટેમ્બરે અચાનક મુંબઈમાં પોતાના ઘરે પાછો ફર્યો હતો. તેની પાછળનું કારણ તેના પહેલા બાળકનો જન્મ હતો. બુમરાહની પત્ની સંજના ગણેશને 4 સપ્ટેમ્બરની સવારે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે.
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન વર્ષ 2021માં થયા હતા. આ પહેલા બંનેની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી
IPL 2017 સીઝન દરમિયાન જ્યારે જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો, ત્યારે સંજના ગણેશન બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ માટે એન્કરની ભૂમિકા ભજવી રહી હતી. આ દરમિયાન બંને પહેલીવાર મેચ દરમિયાન મળ્યા હતા.
બુમરાહે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી હતી કે જ્યારે તેની સંજના સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે તેને તે ઘમંડી લાગી હતી. સંજનાના પણ બુમરાહ વિશે આવા જ વિચારો હતા.
પહેલી મુલાકાત પછી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યું જ્યાંથી વાતચીત શરૂ થઈ હતી. અહીંથી જ બંન્ને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ અને વર્ષ 2019માં તેમની લવસ્ટોરી ખૂબ ચર્ચાઇ હતી.
બંનેએ એકબીજાને 2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 15 માર્ચ 2021ના રોજ લગ્ન કર્યા હતા. આ એક ખૂબ જ પ્રાઈવેટ ફંક્શન હતું, જેમાં બંનેના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. બંન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર એકસાથે ફોટો પોસ્ટ કરે છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.