ભારતીય ક્રિકેટ ટીમમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો આ કોણ છે ? જાણો ટીમમાં શું છે તેનો રોલ ?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. બીજી ટેસ્ટ મેચ ભારતે 8 વિકેટથી જીતવાની સાથે સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારત મેચ જીત્યા બાદ કેમેરાની નજરમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો ધરાવતો ભારતીય ટીમનો એક સભ્ય ચડ્યો હતો. જે બાદ તે કોણ છે તેની ચર્ચા શરૂ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના કહેવા મુજબ, સતત ત્રણ કલાક સુધી 140થી વધારે સ્પીડથી થ્રો ડાઉન કરવા મુશ્કેલ છે. બાળપણ ગરીબીમાં પસાર કરનારા ગરાનીએ કહ્યું, બાળપણમાં હું જિમ્નાસ્ટ તથા શારીરિક રીતે મજબૂત હતો. બાઉંસર, યોર્કર કે ફૂલ લેન્થ બેટ્સમેન જેમ ઈચ્છે તેવી બોલિંગ માટે તૈયાર હોઉ છું. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
થ્રો ડાઉન એક્સપર્ટનું કામ ફાસ્ટ બોલર્સ સામે અભ્યાસ કરાવવાનું હોય છે. ગરાની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબનો હિસ્સો છે. આઈપીએલ પૂરી થયા બાદ તે ભારત આવવાની તૈયારી કરતો હતો તે સમયે બીસીસીઆઈએ તેનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસે તમારે પણ સાથે જવાનું છે.
તેનું નામ દયાનંદ ગરાની છે. 28 વર્ષીય દયાનંદને થ્રો ડાઉન એક્સપર્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક સમયે પોલીસ વોલંટિયર તરીકે કોલકાતાની સડકો પર ટ્રાફિક નિયંત્રિત કરતાં દયાનંદ ગરાનીએ સપનામાં પણ વિચાર્યુ નહોતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા બેટ્સમેન તેની સામે ઉભા રહેશે.
બંગાળના ટ્રેનર સંજીવ હારુ દાસ સાથે સંપર્કમાં આવ્યા બાદ 2016માં આંધ્રની ટીમ સાથે જોડાયો. જ્યાં તેણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ હનુમા વિહારી અને ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટન રિકી ભુઇને થ્રો ડાઉન પ્રેક્ટિસ કરાવી. જ્યાં પંજાબની મુનીશ બાલીએ તેમનું નામ કિંગ્સ ઇલેવન પંજાબ માટે સૂચવ્યું, જે બાદ પસંદગી થઈ. લોકેશ રાહુલ, ક્રિસ ગેઇલ અને કુંબલે સાથે ડ્રેસિંગ શેર કરવો શાનદાર રહ્યો. તમામે મારું કામ પસંદ કર્યુ અને કહ્યું કે, મહેનત કરતો રહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -